ChatGPT જાહેરાતોમાં નવા છો? $500 ખર્ચો અને અમારા તરફથી $500ની જાહેરાત ક્રેડિટ મેળવો. ઑફર 31 ડિસેમ્બરે સમાપ્ત થશે.

ChatGPT પર તહેવારો માટે ખરીદી કરતા ગ્રાહકો સુધી પહોંચો

લોકો ભેટ માટેના વિચારો મેળવવા, બ્રાન્ડ શોધવા અને ઉત્પાદનોની સરખામણી કરવા ChatGPTની મદદ લે છે. તહેવારો માટેના તમારાં કેમ્પેઇન વહેલાં શરૂ કરો, જેથી તેઓ શું ખરીદવું તેની શોધખોળ કરતા હોય ત્યારે તમે તેમના સુધી પહોંચી શકો.

તહેવારો માટે તમારું કેમ્પેઇન બનાવો
ખરીદદારને તહેવાર માટે ભેટ શોધવામાં મદદ કરતી ChatGPT સાથેની વાતચીત.

શરૂઆતની પ્રેરણાથી લઈને ખરીદી સુધી, ખરીદદારો ChatGPTની મદદ લે છે

>1.7 અબજ

ChatGPT પર હવે દર અઠવાડિયે રિટેલ અને ઇ-કોમર્સ સંબંધિત વાતચીતમાં 1.7 અબજથી વધુ પ્રોમ્પ્ટ આપવામાં આવે છે.1

આશરે 43%

ChatGPT પર ખરીદીને લગતી આશરે 43% વાતચીતોમાં વિકલ્પોની સરખામણી અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.2

52%

2025ના તહેવારોની મોસમ દરમિયાન U.S.માં ChatGPT પર ઉત્પાદનો શોધવાની પ્રવૃત્તિમાં 52%નો વધારો થયો.3

94%

સાઇબર ફાઇવ 2025 દરમિયાન, અગાઉના ચાર અઠવાડિયાના દિવસોની સરખામણીમાં U.S.માં ChatGPT પર ઉત્પાદનો શોધવાની પ્રવૃત્તિમાં સરેરાશ 47% અને બ્લેક ફ્રાઇડેના દિવસે 94%નો વધારો થયો.4

જાહેરાતકર્તાઓ ChatGPTમાં ખરીદદારો સુધી કેવી રીતે પહોંચી રહ્યા છે તે જુઓ

Newegg

Neweggએ ઉત્પાદન વિશે માહિતી શોધી રહેલા PC બનાવનારાઓ સુધી પહોંચવા માટે સતત ચાલુ રહેતી પ્રોડક્ટ ફીડ જાહેરાતોને મોસમી કેમ્પેઇન સાથે જોડી, જેના પરિણામે તમામ કેમ્પેઇનમાં 3 ગણું ROAS અને બે અઠવાડિયા સુધી ચાલેલા તેના Fantastech Sale દરમિયાન 7 ગણું ROAS મળ્યું.

વધુ વાંચો

Loop Earplugs

Loop Earplugsએ ખરીદદારોને તેમની જરૂરિયાતોને અનુરૂપ યોગ્ય ઉત્પાદનો શોધવામાં મદદ કરવા માટે સ્થાનિક અંદાજમાં તૈયાર કરાયેલી પ્રોડક્ટ-ફીડ જાહેરાતોનો ઉપયોગ કર્યો, જેના પરિણામે પાંચ કેમ્પેઇનમાં 5.1× ROAS અને ક્લિક પછી 3.7%નો કન્વર્ઝન દર હાંસલ થયો.

વધુ વાંચો

તહેવારો માટે તમારાં કેમ્પેઇન તૈયાર કરો

ધસારો શરૂ થાય તે પહેલાં લૉન્ચ કરો

તહેવારોની મોસમમાં માંગ વધે તે પહેલાં તમારા એકાઉન્ટ, કન્વર્ઝન માપન અને ઉત્પાગન કૅટલોગનું સેટઅપ પૂર્ણ કરો.

ખરીદીના સૌથી વ્યસ્ત સમય માટે પ્લાન બનાવો

તહેવારોની ખરીદીની મુખ્ય તારીખોને અનુરૂપ કેમ્પેઇન, બજેટ અને ઑપ્ટિમાઇઝેશન ગોઠવો.

તમારી જાહેરાતોને સમયસર અને પ્રાસંગિક બનાવો

મોસમી ઉત્પાદનો, તહેવારોની ઑફરો અને શિપિંગની અંતિમ તારીખોને કેન્દ્રમાં રાખીને અલગ-અલગ સર્જનાત્મક વિચારો વિકસાવો.

માપો, જાણો અને શ્રેષ્ઠ કરો

સતત શ્રેષ્ઠ કરવા અને જે કારગર નીવડે તેનો વ્યાપ વધારવા માટે કામગીરીના પ્રારંભિક સંકેતોનો ઉપયોગ કરો.

આજે જ તહેવારો માટે તમારું કેમ્પેઇન તૈયાર કરવાનું શરૂ કરો

ખરીદદારો શોધખોળ કરતા હોય, માહિતી મેળવતા હોય અને શું ખરીદવું તે નક્કી કરતા હોય ત્યારે તેમના સુધી પહોંચો.

ChatGPT જાહેરાત સાથે શરૂઆત કરો

1સ્રોત: OpenAIનો આંતરિક ડેટા, 1 થી 30 સપ્ટેમ્બર 2026

2સ્રોત: OpenAIનો આંતરિક ડેટા, 21 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબર 2026

3સ્રોત: OpenAIનો આંતરિક ડેટા, 1 નવેમ્બરથી 31 ડિસેમ્બર સામે 4 થી 31 ઓક્ટોબરના અઠવાડિયાના દિવસ સાથે મેળ ખાતો ડેટા

4સ્રોત: OpenAIનો આંતરિક ડેટા, 27 નવેમ્બર થી 1 ડિસેમ્બર 2025, જેની સરખામણી અગાઉનાં ચાર અઠવાડિયાંના સમાન દિવસોના ડેટા સાથે કરવામાં આવી છે